26.7 C
Ahmedabad
Thursday, August 13, 2026

અરવલ્લીમાં 30 જુલાઈ અને 1 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી:DDO મહેક જૈનની નાગરિકોને અપીલ


અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી મહેક જૈને હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને પગલે જાહેર જનતાને વિશેષ અપીલ કરી છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાવાને કારણે 30 જુલાઈ અને 01 ઓગસ્ટના રોજ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.DDO મહેક જૈને જણાવ્યું કે આગામી દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હોવાથી નાગરિકોએ સાવચેતી રાખવી અનિવાર્ય છે નદી-નાળાંના કિનારે વસતા લોકોએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવું જોઈએ.આ ઉપરાંત, જરૂરી સામાન અને દવાઓ સાથે તૈયાર રહેવા તથા સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. વીજળીના તારો અને પાણીના વહેણથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક નિયંત્રણ કક્ષા અથવા સ્થાનિક વહીવટી અધિકારીઓનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી વ્યવસ્થા ગોઠવી છે.નાગરિકોને સામાજિક માધ્યમો પર ફેલાતી અફવાઓથી સાવધાન રહેવા અને માત્ર અધિકૃત માહિતી પર જ આધાર રાખવા અપીલ કરાઈ છે. આ સાવધાનીથી જાનહાનિ અને સંપત્તિનું નુકસાન અટકાવી શકાય છે.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर