26.7 C
Ahmedabad
Thursday, August 13, 2026

ખંભાતમાં ધર્માંતરણના પ્રયાસના કેસમાં હાઈકોર્ટનો ફરિયાદ રદ્દ કરવા ઈનકાર:આર્થિક રીતે નબળા વર્ગની મજબૂરીનો લાભ ઉઠાવી ધર્માંતરણનો પ્રયાસ કરાયો હોવાનું પ્રાથમિક અવલોકન


ગુજરાત હાઇકોર્ટે એક આશા સુપરવાઇઝર સામે તેમના હિન્દુ ગૌણ કર્મચારીઓ સમક્ષ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા અને એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કથિત રીતે મજબૂર કરવા બદલ નોંધાયેલી FIR રદ કરવાનો ઇનકાર કર્યો છે. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર અને મૂર્તિપૂજાની ટીકા કરવાનો આરોપ
ખંભાત ગ્રામ્ય પોલીસ દ્વારા આશા સુપરવાઇઝર નમ્રતા મકવાણા સામે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એક આશા વર્કર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં તેમના પર અને અન્ય ચાર આશા વર્કરો પર બાઇબલ તથા ખ્રિસ્તી સાહિત્ય વંચાવવાનો, ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરતા વીડિયો બતાવવાનો અને મૂર્તિપૂજાની ટીકા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. JWI તરફથી 30 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી
તેમણે આ વાત ન માનવા પર વેતન ઘટાડી દેવાની ધમકી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે, તેમને વિભાગીય બેઠકના બહાને વડોદરા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓ વર્ષ 2022થી વર્ષ 2024 વચ્ચે બની હતી અને નવેમ્બર, 2025માં FIR નોંધાઈ હતી. પોલીસે તેમની સામે ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં રજૂ કરાયેલા પુરાવા મુજબ તેમનો પરિવાર યહોવાઝ વિટનેસિસ ઓફ ઇન્ડિયા- JWI સાથે જોડાયેલો હતો અને તેમને JWI તરફથી 30 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી હતી. બળજબરી, લાલચ કે ધર્માંતરણનો પ્રયાસ થયો નહોતો
અરજદારે હાઇકોર્ટમાં એવી દલીલ કરી હતી કે તેઓ યહોવાઝ વિટનેસના અનુયાયી છે અને પોતાના ધર્મનો પ્રચાર કરવો એ બંધારણના અનુચેદ 25 હેઠળ સંરક્ષિત અધિકાર છે. તેમના વકીલે રજૂઆત કરી હતી કે ત્યાં કોઈ બળજબરી, લાલચ, કપટ કે ધર્માંતરણનો પ્રયાસ થયો નહોતો, ફરિયાદ કરનાર પાસે અન્ય લોકો વતી ફરિયાદ કરવાનો કોઈ અધિકાર નહોતો અને કાયદાની કલમ 6 હેઠળ મંજૂરી ન હોવાથી આ કાર્યવાહી કાયદાકીય રીતે બાધિત છે. કામમાં ક્ષતિઓ દર્શાવતા આ માત્ર અંગત વૈમનસ્ય
તેમણે એવું પણ રજૂ કર્યું હતું કે તેમના ગૌણ કર્મચારીએ ઘટનાઓના એક વર્ષ કરતાં પણ વધુ સમય પછી આ ફરિયાદ નોંધાવી છે અને બાઇબલના પવિત્ર ઉપદેશો, સાહિત્ય તથા વીડિયો શેર કરવા બદલ તેમની સામે બદલો લેવાના હેતુથી આ કરવામાં આવ્યું છે. ફરિયાદીના કામમાં ક્ષતિઓ દર્શાવવામાં આવી હોવાથી આ માત્ર અંગત વૈમનસ્ય હતું. આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લક્ષ્ય બનાવ્યા
રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, તપાસ દરમિયાન એકત્ર કરવામાં આવેલા પુરાવાઓ કોગ્નિઝેબલ ગુનો દર્શાવે છે. સુનાવણી બાદ હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કોઈ તપાસના સાહિત્યનું અવલોકન કરે, તો તે સૂચવે છે કે અરજદારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લક્ષ્ય બનાવ્યા હતા, તેમની નાણાકીય પરિસ્થિતિનો લાભ લીધો હતો, રૂમ બંધ કરીને હિન્દુ ધર્મમાં મૂર્તિપૂજાની ટીકા કરીને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કર્યો હતો અને વડોદરાના કાર્યક્રમમાં હાજર લોકોના અનુભવો દ્વારા ધર્માંતરણના કથિત ફાયદાઓ દર્શાવ્યા હતા. હાઇકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી
આ બાબતો પ્રથમદર્શી રીતે ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 2003 ની જોગવાઈઓ હેઠળ કોગ્નિઝેબલ ગુનો આચરવામાં આવ્યો હોવાનું દર્શાવે છે. હાઇકોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી છે અને તેમને ટ્રાયલ કોર્ટ સમક્ષ તમામ માન્ય દલીલો કરવાની છૂટ આપી હતી.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर