દાયકાથી દાઉદ ગેંગ સાથે કામ કરતો હોવાનો દાવો ૩
એરપોર્ટ
પર જપ્ત સામાન છોડાવી આપવામાં મદદનો ઈનકાર કરતાં
ધાકધમકીના અનેક મેસેજ
મુંબઈ –
દાઉદ ગેંગ વતી કામ કરતો હોવાનો દાવો કરતા શખ્સે ડીઆરઆઈના એક અધિકારીને ધમકી આપી
હતી.
આ
શખ્સે દાવો કર્યો હતો કે પોતે દાઉદ ગેંગ
સાથે છેલ્લાં ૩૦ વર્ષથી સંકળાયેલો છે.
પુણે સ્થિત ડીઆરઆઈના આસિસ્ટન્ટ ડિરેક્ટર
રેન્ક ઓફિસર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ તેમને ત્રીજી મેના રોજ મુસ્તાક શેખ તરીકે ઓળખાવતા એક
વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
થોડા દિવસો પછી ફોન કરનાર વ્યક્તિએ કથિત રીતે અધિકારીનો ફરીથી
સંપર્ક કર્યો અને દુબઈથી પરત ફરતી વખતે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા
જપ્ત કરાયેલા લેપટોપ અને મોબાઇલ ફોનને મુક્ત કરાવવામાં મદદ કરવા વિનંતી કરી હતી.
અધિકારીએ મદદનો ઇનકાર કર્યો હતો. જેના પગલે
ફોન કરનાર વ્યક્તિએ તેમને અને તેના પરિવારના સભ્યોને ધમકી આપતા અનેક વોટ્સએપ વોઇસ
સંદેશાઓ મોકલ્યા હતા.
અધિકારીએ વધુમાં આરોપ લગાવ્યો કે બીજા એક
વ્યક્તિએ બીજા મોબાઇલ નંબર પરથી ફોન કરીને
છઠ્ઠી મેના રોજ તેમનો સંપર્ક કર્યો અને દાવો કર્યો કે તે છેલ્લા ત્રણ
દાયકાથી દાઉદ ઇબ્રાહિમના ડી-કંપની સિન્ડિકેટ માટે કામ કરી રહ્યો છે. ફોન કરનાર
વ્યક્તિએ એન્ટી ટેરરિઝમ સ્કવોડમાં સંપર્કો હોવાનો પણ દાવો કર્યો હતો.
આ ધમકીઓ ફક્ત તેને અને તેમના પરિવારને જ નહીં
પરંતુ સમગ્ર ડીઆરઆઈ પુણે પ્રાદેશિક યુનિટને
પણ આપવામાં આવી હતી.
આ કેસ
પુણે પોલીસના ખંડણી વિરોધી સેલને સોંપવામાં આવ્યો છે. તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

