26.7 C
Ahmedabad
Thursday, August 13, 2026

શું તમે બેટમેન છો? રાહુલે ઇન્સ્ટાગ્રામ પર જવાબ આપ્યો:મનપસંદ BJP નેતાનું નામ જણાવ્યું, કહ્યું- અડધી રાત્રે આવેલા PMના વીડિયો સૌથી સારા હતા


લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ‘આસ્ક મી એનીથિંગ’ સેશનમાં યુવાનોના પ્રશ્નોના જવાબ આપ્યા. આ દરમિયાન તેમણે ઘણા રસપ્રદ પ્રશ્નોના પણ જવાબ આપ્યા. લાઇવ સેશન દરમિયાન તેમણે રાજકારણની સાથે-સાથે ખાનગી પસંદગીઓ, માતા સોનિયા ગાંધીના પાલતુ ડોગ ‘નૂરી’, ઝારખંડના વિદ્યાર્થી આંદોલન, પાલતુ પ્રાણીઓ અને મજાકીયા પ્રશ્નોના પણ જવાબ આપ્યા. સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પસંદગીના ભાજપ નેતા, બંધારણને પ્રભાવિત કરતી વિચારધારાઓ જેવા અનેક મુદ્દાઓ સામેલ રહ્યા. પ્રશ્ન: શું તમે બેટમેન છો?
જવાબ: બસ એટલું સમજી લો કે મને અને બેટમેનને કોઈએ ક્યારેય એક જ રૂમમાં સાથે જોયા નથી. તેમના આ જવાબ પર પણ લોકોએ પ્રતિક્રિયાઓ આપી. પ્રશ્ન: વિદ્યાર્થી આંદોલનની સૌથી સારી રીલ?
જવાબ: જંતર-મંતરની ઘણી રીલ્સ આવી હતી. પરંતુ અડધી રાત્રે પીએમ હાઉસમાંથી જે વીડિયો આવ્યા હતા, તે સૌથી સારા હતા. તેમાં એક નવા, ગભરાયેલા વડાપ્રધાન જોવા મળ્યા. પ્રશ્ન: ભાજપના સૌથી મનપસંદ નેતા કોણ છે?
જવાબ: તેના જવાબમાં તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું નામ લીધું. તેમણે કહ્યું- હું તેમની સાથે સારી રીતે ભળી જાઉં છું. તેઓ ખૂબ સારા છે. હેલો અંકલ અમરિંદર. પ્રશ્ન: ડોગ પેરેન્ટ હોવાની સૌથી સારી વાત શું છે?
જવાબ: હું પોતે ડોગ પેરેન્ટ નથી, પરંતુ મારું માનવું છે કે પ્રાણીઓ આપણી સાથે આ પૃથ્વી પર રહે છે, આપણે તેમના માલિક નથી. તેમને સન્માન, પ્રેમ અને સ્નેહ મળવો જોઈએ. રાહુલે AMA સેશન દરમિયાન માતા સોનિયા ગાંધીના પાલતુ ડોગ ‘નૂરી’ને પણ કેમેરા પર બતાવ્યો હતો. આ વાત પર એક યુઝરે તેમને આ પ્રશ્ન પૂછ્યો હતો. રાહુલે મજાકિયા અંદાજમાં નૂરીનો પરિચય કરાવતા એ પણ કહ્યું કે આ તેમની માતાનો ડોગ છે અને તેને વીડિયોમાં બતાવવા પર તેઓ નારાજ પણ થઈ શકે છે. સરકારોએ વિદ્યાર્થીઓની વાત સાંભળવી જોઈએ

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर