દેશમાં શૈક્ષણિક ક્ષેત્રે પરીક્ષાઓની સુચિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઇને વર્તમાન સમયે ભારે ઉત્તેજનાત્મક સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને NEET અને UGC જેવી રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની વિવાદિત ઘટનાઓ સામે આવ્યા
.
દેશના અન્ય શહેરોમાં પણ વિરોધના સૂર ઘેરા બન્યા દિલ્હીમાં આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ અને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આ સમગ્ર ઘર્ષણ દરમિયાન વિપક્ષી નેતાઓ અને કાર્યકરો વિરોધ નોંધાવવા સડક પર ઉતર્યા હતા, જ્યાં ગઈકાલે વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. દિલ્હીમાં બનેલી આ ઘટનાઓ અને પરીક્ષાઓની ગડબડના વિરોધમાં હવે દેશના અન્ય શહેરોમાં પણ વિરોધના સૂર ઘેરા બન્યા છે.

જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ અને NSUIના બેનર હેઠળ વિવિધ હોદ્દેદારો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન યોજીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું હતું કે દેશમાં સમયાંતરે અનેક મહત્વની પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ બની છે, જેનાથી લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.

વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ માંગવા અવાજ ઊઠાવતા ઘર્ષણની સ્થિતિ સર્જાઈ મનોજ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દાઓ પર દેશના યુવાનો જ્યારે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવાના બદલે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. સંસદભવનની અંદર આ વિષય પર વિસ્તૃત અને તંદુરસ્ત ચર્ચા થાય એવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ યોગ્ય ચર્ચાના અભાવે વિપક્ષી સાંસદો દ્વારા જનતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ માંગવા માટે અવાજ ઉઠાવવામાં આવ્યો ત્યારે પણ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.

તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં અવારનવાર બનતી પેપર લીકની ઘટનાઓ માટે સીધી રીતે જવાબદારી નક્કી થવી જોઈએ. અત્યાર સુધી આવી ઘટનાઓમાં યોગ્ય અને કડક સજા ન મળવાને કારણે આ પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. તેથી આ સમગ્ર વિવાદમાં નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગણી જૂનાગઢ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ પેપર લીકના તમામ દોષિતો સામે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ખિલવાડને તાત્કાલિક અટકાવવામાં આવે તે જરૂરી છે. જૂનાગઢમાં યોજાયેલા આ વિરોધ કાર્યક્રમ મારફતે કોંગ્રેસ પક્ષે મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓની માંગણીઓ દેશની જનતા અને શાસકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

